......#_દિકરી .....
માતાની મિત્ર છે દિકરી,
પિતાનો પ્રેમ છે દિકરી,
દાદાની લાડકી છે દિકરી,
દાદીની લાડકી છે દિકરી,
સંબંધની સરીતા છે દિકરી,
પ્રેમનો પ્રવાહ છે દિકરી,
કુટુંબનો કિલકાર છે દિકરી,
વાત્સલ્યનો રણકાર છે દિકરી,
મર્યાદાની મૂરત છે દિકરી,
સંસ્કારોની સૂરત છે દિકરી,
બલિદાનની પરાકાષ્ઠા છે દિકરી,
પુણ્યનો પ્રભાવ છે દિકરી,
કલયુગમાં સતયુગ છે દિકરી,
પરિવારનો પરિચય છે દિકરી,
પવિત્રતાની પ્રતિમા છે દિકરી,
આવતી પેઢીની “માં” છે દિકરી.
#_krishna 💞