ધરતીપુત્ર કાજ, ક્યાં છે આજ ?
માઈકાંગલા તનને હળનો બોજ,
ઘરની દીવાલો ને ભૂખ નો બોજ ,
આ ધરતીપુત્ર કાજ ,ક્યાં છે આજ ?
આભમાં ડોકિયું કરતી ,
નિસાસા નાખતી આંખ ,
કુદરતે પણ ફેરવી લીધી છે આંખ.
ધરતીપુત્ર કાજ ..........
મધ્યાહને તપતી, સુકાઈ ને જીર્ણ ચામડી,
પરસેવે પેહ્નાવ્યા છે ચીથરાં,
મોસમના માલીકનાં દયનીય હાલ.
ધરતીપુત્ર કાજ................
અમીરી ને બત્રીસ પકવાન ,
ધરતીપુત્ર ને છે ફાંફા,
ક્યાં છે નાયિક , ન્યાય કાજ ,
કમજોર તનને હળ નાં માર .
ધરતીપુત્ર કાજ ...........
-ભૂપેન પટેલ અજ્ઞાત