"વિશ્વાસથી વિશ્વાસ"
વિશ્વાસ છોડીને જશો ક્યાં તમે?
અહીં ને અહીં પાછા આવશો
સ્વાર્થ છોડીને રાખો વિશ્વાસ
બીજાનો ભરોસો પણ રાખશો
એક વિશ્વાસની કિંમત ક્યાં જાણો છો?
ભક્ત પ્રહલાદની કથા તો જાણશો
જાણો છો તમે આ કથા તો
ઈશ્વરનો ભરોસો કેમ છોડશો?
કોઈ કહે ઈશ્વર ક્યાં છે દુનિયામાં
એને માનવીની ઉપજ જ જાણશો!
દુર્યોધને છોડ્યા શ્રી કૃષ્ણને
નારાયણી સેના પામીને શું કરશો?
જે છોડશે સાથ પ્રભુનો
ઈશ્વરને ક્યાંથી જાણશો!
નથી કહેતો કે રાખો અતૂટ વિશ્વાસ
થોડી ઘણી તો શ્રદ્ધા તો રાખજો
શ્રી રામ કદાચ ના મળે આ જીવનમાં
ભવભવનું ભાથું તો બાંધજો
કેટલી બધી યોનીઓમાં આપણે ભટક્યા
ત્યારે તો મનુષ્ય અવતાર આવ્યો
એ ઈશ્વરનો ઉપકાર માનીને
ઈશ્વર પર વિશ્વાસ રાખજો
પ્રભુનો પ્રેમ છલકાય છે ઘણો
પ્રભુને હવે ગમતા જ રહેજો
- કૌશિક દવે
-Kaushik Dave