મુક્ત મન કહી રહ્યું જરા બહાર ડોકિયું કરી ને તો જો?
વહાલી લાગે આ ધરા અને પક્ષીઓની વાણી સાંભળીને તો જો?
બંધ બારણે હુબકા ભરતા મનને વહેતુ મૂકીને તો જો?
થોડુક વિચાર અને થોડુક પોતાને માટે સમય કાઢીને જીવી તો જો?
બહુ થયી તારી દલીલ, હવે ખુલ્લા મને વિશાળ ઉપવનમાં દોડી તો જો?
ડોર મૂકી ખુલ્લા મને આજે લાગે જીવન મહેકતું કરી જોયું તે જો?
-Bhanuben Prajapati