સ્વર્ગ જિંદગી
જુઓ તો એક સ્વપ્ન છે જિંદગી
સપ્તરંગી મેઘધનુષ્ય છે જિંદગી
આશા અભિલાષા ભરી જિંદગી
નિરાશાઓનો સંગ્રહ છે જિંદગી
વાંચીએતો પુસ્તકાલય જિંદગી
આત્મજ્ઞાનનું. સંગ્રહાલય જિંદગી
બુઘ્ધની શાંતિ ઉપદેશ છે જિંદગી
કૃષ્ણનો ગીતા ઉપદેશ છે જિંદગી
અમીરીમાં જો વિતે તોય જિંદગી
ગરીબીમાં જો વિતે તોય જિંદગી
દુ:ખ દર્દમાં જીવાય તોય જિંદગી
દુ:ખ દર્દ જો ભૂંસાય તે ય જિંદગી.
સૌજન્ય:-“મેહુલે”
સુભાષ ઉપાધ્યાય