લાવ હાથ તારો ઝાલી લવું,
સપનાના માર્ગેથી
વાસ્તવિકતા માં લાવી દવું.
ઠેર ઠેર મૃગજળ છે પથરાયેલું,
ભટકતી તારી પ્રીતનું
એ ભ્રમ દૂર કરી દવું.
માયાજાળ છે આ તન
મોહિત થઈ વિંટાયેલી તારી કાયા
વાસ્તવિકતાના માર્ગે લઈ જવું.
લાવ હાથ તારો ઝાલી લવું,
-ભૂપેન પટેલ અજ્ઞાત