હું ક્યાં કહું છું મોજ દે, ને તેય વળી રોજ દે,
નિજ આતમને જાણી શકું,એટલી જ ખોજ દે.
બહાનાં તો ઊગતા રહેશે, નિત્ય અનેક કામનાં,
તારી સમીપ રહેવું પ્રભુ,ભલે તું દુઃખોની ફોજ દે.
સૂર્ય ચંદ્ર જેવું તેજ સાચવવાનું મારું ક્યાં ગજુ?
નાનકડો ખૂણો અજવાળું ,એવું દીવા જેવું ઓજ દે.
અનુભવી ,દૂર કરી શકું પીડા જો દીન દુઃખિયાની,
એ કાજ ભલેને તું ,લાખો યાતનાઓનો બોજ દે.
છાંટી શકું સ્મિતનું ઝાકળ,દરેક મુરઝાયેલા ચહેરે,
બદલામાં ચાહે તો પ્રભુ,તું મને આંસુઓનો હોજ દે.
✍️ સરગમ
-Priyanka Chauhan