છુપી ઓળખ”
મારી ભીડના વહારે તું દોડી આવે રે,
એ ઓથારની છુપી ઓળખ છે તારી.
મારા શ્વાસના રુંવાડે તું ફરક્યા કરે રે,
એ શોણિતની છુપી ઓળખ છે તારી.
પૃથ્વીના રંગોમાં હરદમ તુ રેલાયા કરે રે ,
એ પીંછીની છુપી ઓળખ છે તારી.
મારી લાગણીના વહેણમાં તું આરપાર રે,
એ હૈયાની નીરની છુપી ઓળખ છે તારી.
તારા બનાવેલ રમકડાં નિત નિત રમતાં રે ,
એ ભીતરનાં રામની છુપી ઓળખ છે તારી.
સમસ્ત બ્રહ્માંડની ગતિમાં કણ રૂપે તું ફરે રે,
ક્યાં ક્યાં નથી છુપાયો ! એ છુપી ઓળખ છે તારી