*જલિયાંવાલા બાગ હત્યાકાંડ*
૧૩ એપ્રિલ ૧૯૧૯
🌸 પંજાબ હરિમંદિર-સ્વર્ણ મંદિર (અમૃતસર) નજીક જલિયાંવાલા બાગમાં વૈશાખીના દિવસે *રોલેટ એક્ટ* ના વિરોધમાં લોકો સભા કરે છે.
🌸 *ક્રાંતિવીર ઉધમસિંહ* ત્યારે આ સભામાં પાણી પીવરાવવાની વ્યવસ્થામાં હતા.
🌸 માઈકલ ઓ'ડ્વાયર (લેફ્ટનન્ટ ગવર્નર)ના હુકમથી જનરલ ડાયર સભા પર ગોળીબારી કરવાનો આદેશ આપે છે.
🌸 *૧૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામે છે, ૨૦૦૦થી વધુ ઘાયલ* થાય છે.
🌸 *માઈકલ ઓ'ડ્વાયરે હત્યાકાંડ સમયે અમૃતસરમાં પાણી અને રસ્તા બંધ કરી દીધેલ, જેથી ઘાયલ લોકોને પાણી અને સારવાર ન મળી રહે*.
🌸 અંગ્રેજ સરકાર ક્રૂર હત્યા દ્વારા લોકોમાં ભય અને ડર ફેલાવવા માગતી હતી.
🌸 આવા અનેક હત્યાકાંડ અંગ્રેજોએ કર્યા. ઉ.દા. *પાલચિતરીયા*.
🌸 ક્રાંતિવીર ઉધમસિંહ ૨૧ વર્ષની પ્રતીક્ષા બાદ ઈંગ્લેન્ડ જઈ આ *માનવરૂપી રાક્ષસ માઈકલ ઓ'ડ્વાયરનો ભરી સભામાં વધ* કરે છે.
*વિચારો*....
👉🏽👉🏽 અંગ્રેજ આદેશનું પાલન કરનાર મોટાભાગના સૈનિકો ભારતીય હતા. આમ, આપણા લોકોનું લોહી વહ્યું આપણા જ લોકો દ્વારા. કેવી દયનીય સ્થિતિ❓️❗️આજ સૈનિકોમાં સમાજ અને *રાષ્ટ્ર ભક્તિ જાગી હોત તો તેઓ તે જ હથિયારથી અંગ્રેજોને યમલોક પહોંચાડી દેતા*.
🟠 *વીર સાવરકર અને સુભાષબાબુ* એ સૈનિકોમાં રાષ્ટ્રભક્તિ જગાડી તો બ્રિટિશરો હચમચી ગયા અને તેમને લાગ્યું કે હવે ભારત છોડવું પડશે,ભાગવું પડશે.
📿📿.....*રાષ્ટ્રપ્રથમ* ના જ એકમેવ પવિત્ર ભાવ સાથે *જાતિ-ભાષા-પ્રાંતવાદને નષ્ટ કરી* *ભારતમાતાના સંતાનો* સંગઠિત બની ભારતને સબળ સુદ્રઢ સશક્ત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લઈએ તે જ જલિયાંવાલા બાગના હુતાત્માઓને સાચી શ્રદ્ધાંજલિ.🌸🌸🌸
*રાષ્ટ્રત્વ માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏