હું મારી દ્રષ્ટિ સૂર્યાસ્ત પર સ્થિર રાખી એકચિત્ત બારીના ઝરૂખે બેઠી હતી. સંધ્યા આરતીના નાદ સાથે પક્ષીઓનો કલરવ સુમેળ કરતો હોય એમ બધા જ અવાજ એક અનન્ય સુમધુર સંગીત વાતાવરણમાં ફેલાવી રહ્યા હતા.
સૂર્યાસ્તની સાથે આભને કેસરી ચૂંદડી સૂરજે ઓઢાડી હોય એમ રંગીન ભાત ધરા પર પણ એની અસર અર્પી રહી હતી.
અને હું... ફરી તારી જ રાહમાં એક વધુ સુર્યાસ્તને જોતી તારી સાથે જોયેલ સૂર્યાસ્તની પળને વાગોળતી, ભીતરે રોજની જેમ આજે પણ એક આશ બાંધી બેઠી કે, નવો સૂર્યોદય થશે જે આપણી સ્વપ્નિલ મુલાકાતને હકીકતમાં ફેરવશે જ ને!..
-ફાલ્ગુની દોસ્ત