🙏ગરુડ પુરાણ🙏
(દરેક માણસે એક વખત ૧૮ પુરાણ વાચન કરવાં જોઈએ અને આ ગરુડ પુરાણ ખાસ વાચન કરજો )
માણસના શરીરમાંથી આત્મા અલગ થયા પછી પણ કેટકેટલી યાતનાઓ સહન કરવી પડે છે તે બધું જ વર્ણન ગરુડ પુરાણમાં ભગવાન શ્રી વેદવ્યાસજી એ વર્ણન કર્યું છે.૧૯૦૦૦ શ્લોકો અને ૧૭ અધ્યાય છે આ પુરાણમાં.
વેદવ્યાસજી એ આ લખ્યું છે કેમ કે કળયુગી માનવી ભૂલકણો હશે આજ ખાધું અને પરમદિવસે ભૂલી જશે કે શું ખાધું હતું ll એટલે એમણે ૧૮ પુરાણની રચના કરી.
થોડો થોડો સમય કાઢીને મોબાઈલમાં બીજું સાંભળો તે કરતાં અથવા ગપ્પા રીલ જોવી તે કરતાં વ્યાસજીએ આ પુરાણમાં કીધેલી વાતો સાંભળવી જોઈએ.
*You tube* માં હવે જે સાંભળવું છે આંગળીનું ટેરવું ફેરવો એટલે માગ્યું તે બધુજ માહિતી રૂપે મળી જશે.
માટે મૃતકના પરિવારે કશુંય નહીં તો ૧૩ દિવસ સુધી ઘરમાં કુટુંબમાં ગરુડ પુરાણ વંચાવું કે સાંભળવું જોઈએ.
આત્મા મરતો નથી શરીર મરે છે.શરીર બળી ગયા પછી આત્મા કર્મો આધીન કેવી કેવી યાતનાઓ / પરીક્ષાઓ આપવી પડે છે,તે ગરુડ પુરાણમાં લખ્યું છે.જીવનમાં એક વખત ગરુડ પુરાણ અવશ્ય વાચન કરજો.
આ પુરાણના ૧૯૦૦૦ શ્લોક છે જે દરેક શહેરના પુસ્તકાલયમાં પણ મળે છે.
હા આ ગરુડ પુરાણ આપણે આપણા ઘરમાં વાંચ્યા પછી સંઘરી રાખી શકતા નથી.તે અન્યને વાચન કરવા આપી દેવું જોઈએ.બાકીનાં પુરાણ ઘરની લાયબ્રેરીમાં સંઘરી શકો છો.કેમ કે શ્રી વેદવ્યાસજીએ આ નિયમ કેમ કીધો તે તો વિદ્વાન પાસે બેસી સાંભળવું જોઈએ.પરંતુ કોઈને કહીએ તો કહે આવો ટાઇમ જ ક્યાં છે.તેમ કહી વાત ટાળી દઈએ છીએ.
માટે કોઈ પરિવારનું લાડકું પ્યારું સંતાન મૃત્યુ પામ્યું હોય ત્યારે તે ગતાત્માના પ્યારને વશ થઇ આપણે ત્યાં ૧૩ દિવસનો શૉકનું વર્ણન દરેક હિન્દુ શાસ્ત્રોમાં લખાયું છે.૧૩ દિવસનું સુતક હોય છે.આ દિવસ દરમ્યાન આપણે અન્ય લગ્ન,શુભ પ્રસંગ કે મીઠાઈ કરી શકતાં નથી.ખરીદી ખાઈ શકતા નથી.માત્ર સાદું ભોજન અને સાદા સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરી ગતાત્માના આત્માને શાન્તિ મળે તે માટે પ્રાર્થના અને સત્સંગ સાંભળીએ છીએ.ગરુડ પુરાણમાં ૧થી ૧૭ અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજીએ ખુબજ સરળ સમજૂતી આપી છે.વાચન કે શ્રુત કરશેતો માનવ કલ્યાણ થશે બાકી કોઈ ને કોઈ ક્યાં કોઈ ફરજ પાડે છે.સૌ સૌના મતિ ના માલિક છે.
ll જય શ્રી કૃષ્ણ ll
ll गतिस्तवं गतिस्तवं त्वमेका भवानी l
- સવદાનજી મકવાણા (वात्सल्य)