ભક્તિના નામે આડંબર કેટલાં ?
ભક્ત જેટલા ભગવાન એટલા..
ભૂખ્યાને ભોજન ન આપે..ને..
ભગવાનને છપ્પન ભોગ ચડાવે..
જરૂરિયાતમંદને મદદ ન કરે.. ને..
મંદિરમાં દાન લાખોનું કરે..
તરસ્યાને પાણી પણ ન પીવડાવે..ને..
શિવલિંગ પર રોજ દૂધની ધાર કરે..
ઘરડા માબાપની સેવા ન કરે ને..
મંદિરમાં જઈ પૂજા અર્ચના કરે..
મનમાં ઈર્ષા અને દ્વેષ હોય ને..
આંખ બંધ કરી સ્તુતિ ઈશ્વરની કરે..
મૌસમ પૂછે.. શું આ છે સાચી ભક્તિ..?
કે આડંબર ઇશ્વરને છેતરવા નો..?
-Mausam