🙏🙏આવી રે "માર્ચ એન્ડીગ" રે વાલમિયા જીવનના હિસાબ નું "સરવૈયું" કરી લેજો રે લોલ,
જો 'મન ભીંતર' ભેગા કર્યા હોય ઈર્ષા, અદેખાઈ કે બદલાની ભાવના તો તેની "બાદબાકી" કરી લેજો રે વ્હાલમા,
જીવનની ખાતાવહી માં સામા પક્ષે પ્રેમ, કરુણા ને પરોપકારની ભાવના નો સરવાળો કરી "જમા" કરી લેજો રે વ્હાલમા,
જીવનની 'ખાતાવહી' લખવા બેઠો છે ઉપરવાળો તેને ધ્યાનમાં રાખી "હિસાબ નું સરવૈયું" મેળવી લેજો રે વ્હાલમા,,,!!
-Parmar Mayur