At cross word, mithalhali.
દરેક વિષયોનાં પુસ્તકો અલગ સેલ્ફ પર છે. ખૂબ આકર્ષક ગોઠવણી. હું કદાચ દસ વર્ષ પછી ફરીથી ગયો.
હું ગીતા છું - દીપ ત્રિવેદી અને અંગદનો ત્રીજો પગ હરેશ ધોળકિયા એ બે બુક browse કરી.
ઘણી સાયન્સ ફિક્શન, મોંઘું પણ સ્ટાન્ડર્ડ બાળ સાહિત્ય વગેરે હતું.
પેંગ્વિન ઇન્ડિયા અને fsc ની બૂકો વધારે દેખાઈ. ચેતન ભગતની આવી તેવી નવલકથા ને બદલે 11 tips for better life કે એવા નામની સરસ બુક જોઈ.
હા. મારી બુક નો સ્ક્રીન શોટ બતાવી પૂછ્યું કે આ બુક મારે વેંચી સેલ્ફ પર જોવી હોય તો?
મારે ક્રોસવર્ડ પુના નો સંપર્ક એની વેબ સાઈટ થી કરવો પડે .ગુજરાતી બુક્સ વેંચવા પ્રકાશકો અને લેખકો તરફથી દલાલો રાખે છે એ આજે જાણ્યું. ઇન્ટર મિડિયારી જેવું રૂપાળું નામ રાખે, અમુક બુક અહીં અમુક ત્યાં વેંચી તગડું કમિશન લઈ લેતા લોકો પણ છે.
બિચારો લેખક! લખવું ગૌણ, પ્રૂફ રીડિંગ, કન્ટેન્ટ ડીઝાઈન, ફોર્મેટ, પ્રિન્ટ, વેંચવા isbn નંબર, ગરજ નો લાભ લઇ ઓન ડિમાન્ડ પ્રિન્ટ થતી હોય એ કરતાં બે અઢી ગણી કિંમતે કરનારા xxx લોકો - આ બધામાં પૈસો કમાવા કરતાં એ બધાને કમાવે છે.
બુક વેંચવા પણ દલાલ હોય એ આજે જાણ્યું. છતાં, તેમની ઓફિસમાં ઠંડુ પાણી પી શાંતિ થી સમજાવ્યું તે શ્રી ભટ્ટ સાથે interaction સારું રહ્યું.
એક સારી જગ્યાએ સવા કલાક પસાર થયો. મારી ખરીદી પણ બતાવું. દ્વિરેફ ની વાતો.
જ્યોતીન્દ્ર દવે ની રંગતરંગ અને અમે બધા પણ જોઈ. જાતજાતની એકદમ સ્ટાન્ડર્ડ બુક્સ.