#ભાગ્ય
એક સૂકું પાંદડું ભિંજાયેલું જોયું,
જુઓ ભાગ્ય પાંદડા નું,
હતું કોરું છતાં થયું ભીનું,
"મનુષ્ય"
છે ભાગ્ય નું પણ આવું જ રહસ્ય,
પળ માં ખુશી પળ માં દુઃખ,
પણ છે આ એક ચકડોળ જીવનનું,
ક્યારેક ખુશી તો ક્યારેક દુઃખ,
આજે ખુશી તો કાલે દુઃખ,
ને ફરી ખુશી ની આશા,
આજ તો છે જીવન,
જે મન ભરી ને માણી લો,
કાલ ની કોને છે ખબર,
જે છે પાસ તમારી જે ખાસ છે તમારા,
વિતાવો પળ સુખ દુઃખ ની સાથે,
ને માણો મજા જીવન ની.