હા.. હતો એ માત્ર શબ્દોનો સંગાથ,
શાબ્દિક સંબંધોની જ વાત...
ભાવની કાગળને ક્યાં જાણ!
અણધારી વિદાય ને કલમને વજ્રાઘાત
અર્થો ખોવાયા, ને ક્ષણને અતિભાર
તૂટ્યું ધુમ્મસ ને થંભ્યો વિહાર
અમસ્તું આવ્યું, તું અલ્પવિરામ!
હવે તો, નજીક જ પૂર્ણવિરામ.
- મૃગતૃષ્ણા
🌼🌼🌼
-મૃગતૃષ્ણા mrigtrushna"