કવિતા (વિશ્વ કવિતા દિવસ)
કવિની કલાનું આલેખન એટલે કવિતા,
કવિનું ઉત્કૃષ્ટ સર્જન એટલે કવિતા.
કવિનાં હૃદયની સંવેદનાની અભિવ્યક્તિ,
કવિનાં કોમળ ભાવોની અનુભૂતિ.
માત્ર કવિનાં જ નહીં માનવીના જીવનનાં ,
ઉતાર-ચઢાવો નું ઊર્મિ સભર આલેખન.
અન્યનાં જીવનનાં ધબકારમાં વહેતું પ્રેમનું ઝરણું
જે કવિની કલમ દ્વારા કાગળ પર વહે છે તે.
સમાજ જીવનનું પ્રતિબિંબ કલમ દ્વારા
કાગળ પર ઝિલાય છે અને વ્યક્ત થાય છે.
અન્યના વિચારો, લાગણી, સંવેદના, ઊર્મિ,
શોક, સુખ-દુઃખ બધું વ્યક્ત વ્યક્ત કરે તે.
કવિ મનોભાવોને કાગળ પર કોતરી શકે
હૃદયની શાહીમાં બોળીને લેખની દ્વારા,
સૌંદર્ય સભર શબ્દ ચિત્રનું આલેખન તે કવિતા.
ક્યારેક મર્મ સ્પર્શી ભાવોની લેખને તે કવિતા.
©® ડો દમયંતી ભટ્ટ