" અધુરી કવિતા "
વિચારોના વમળમાં ,ફસાઈ ગઈ એક કવિતા,
લખું હું હવે , કેવી એ કવિતા?,
સપનામાં આવી ,એવી એ કવિતા,
શબ્દો જગાડતી,એવી એ કવિતા,
કલમ અને કાગળના સહારે , લખું એક કવિતા,
શબ્દોના પ્રાસમાં , આવતી એ કવિતા,
મોબાઈલની રીંગોમાં,ભુલાતી એ કવિતા!,
ફોનની વાતમાં, ભુલી જતી એ કવિતા,
ફરી ફરી શબ્દોમાં, આવતી એ કવિતા,
શબ્દોના પ્રાસમાં, બેસતી એ કવિતા,
એટલામાં...એ..ક્યાં છો? બૂમ એ પાડતી,
સાંભળી ને મારી , વેરાઇ જતી એ કવિતા,
આજ હું લખી રહ્યો,અધુરી એ કવિતા.........
@ કૌશિક દવે
-Kaushik Dave