લખુ એક કવિતા એમાં લખુ તને,
લખું ભીનાં સ્પંદનો ને ગમતીલાં ગીતને,
આલેખું દરીયા કિનારાની એ સાંજને,
લખું એ છાનીછપની ઈશારાની વાતને,
આલેખું એ વણકહી ફરિયાદ ને.
લખું કે ક્યારેક તું પણ વાંચે એ વાતને
આલેખું નહીં નામ તોય વાગોળે મારી યાદને.
@ ડો.ચાંદની અગ્રાવત
-Dr.Chandni Agravat