પ્રેમ ની કોઈ વ્યાખ્યા નથી પરંતુ પ્રેમ જ બધી વ્યાખ્યાઓ નો અર્થ છે.તમામ તર્ક અને વિતર્ક થી ઉપર નો મર્મ એટલે પ્રેમ.કોઈ વ્યક્તિ શા માટે ગમે છે એના કોઈ કારણ નથી મળતા તેમ છતાં
ગમે છે.ઉરે ઉભરાતા તરંગો અને ઉમંગો એટલે પ્રેમ પછી પ્રેમ ને રંગ શું અને રૂપ શું ? પ્રેમ થાય ત્યારે સૃષ્ટી એક સ્વપ્ન સૃષ્ટિ ની જેમ ધબકવા માંડે છે.પ્રેમ માં હોય ત્યારે માણસની આંખો
એટલી રમણીય હોય છે કે મેઘધનુસ્ય પણ ઘરનું તોરણ લાગવા માંડે છે અને દરીયાઓના મોજા માં પણ મૃદુ સંગીત સંભળાય છે.કોઈ માણસને પ્રેમ ના થયો હોય એવું કયારેય બંને જ
નહિ.ક્યારેક તો કોઈક ગમ્યું જ હશે,કોઈક ને તો છુપાય છુપાય ને જોયા જ હશે.કોઈક ની આંખો માં ડુબી જવાનું મન પણ થયું હશે અને પછી તો એના ચહેરા પર નું તલ જ જીંદગી નું
કેન્દ્રબિંદુ બની જાય છે.પ્રેમ માં એવું પરમ તત્વ છુપાયેલું છે કે માણસની ઋતુજ બદલાય જાય છે......