“રહીએ તાજામાજા “
કારતકનાં ફાફડા જલેબી
માગસરની શેકેલી મગફળી
તલસાંકળી ખાઇએ પોષની
ઉત્તરાયણની મોજ માણીએ
મહા ના ખાટાં મીઠા બોર
ફાગણની હોળીના ધાણી ખજૂર
ચૈતરની મીઠી સુગંધી કેરીઓ
સક્કર ટેટી તડબુય વૈશાખે
પાકા રસીલા જાંબુ જેઠે
શ્રાવણી ઉપવાસે કેળા
ભાદરવે શ્રાદ્ધની ખીર
આસો એ દુધપૌંઆ
આમ બારે માસ ખાઇને
રહીએ તાજામાજા
🏃♂️