સોનલ પિંજરે હું પુરાયો,ફડ ફડું ઉડવાને,
નાની અમથી કાયા મારી,ઉડવા માંગું ગગને.
મોતીના ચણ ના ખપે મને, બેસવા ખેત પાળે,
ઉડશું રમશું ચણશું સંગ સંગ, ગીતડાં મીઠાં ગાઇને
કાપો ના તમ પંખ મારી, પુરી પિંજરે સોના ની,
મહેલ સોનાનો ના ખપે મને, માંગુ માળો ઝાડનો.
એકલો તરફડું પિંજરે એવો, જીવવું “પંખી” સંગે ,
નિર્દોષ નાજુક હું પંખીડું, કલરવ મીઠાં કરીને …!”
- કલાપી ?