“નૂતન પ્રભાતિયું.”
જાગને જાદવા
લાગી બીક લાગવા
નથી મારગ ભગવા
વધારાના ક્યાં રાખવા?
તુજ વિના બેંકમાં કોણ જાશે?
રાતે લોક ટોળે વળ્યા
ને પ્રભાતે એજ કતારે લાગ્યા,
તુજ વિના કતારમાં કોણ રહેશે?
હતો જે ભાગીયો
છે આજે અભાગિયો
ભાગ્ય એના ખુલ્યા એમ કહેશે
હતી જેને ચરબી,
ધનની ગરમી
ધનવાન એ હવે કેમ રહેશે?
જોરનો આ ઝાટકો
પડ્યો મોટો ફટકો
માર એનો એ કેમ સહેશે?
સૌજન્ય:
શ્રી બંકિમ મરજાદી 🙏