“વાર નથી લાગતી “
મુંઝાય છે શું મનમાં?
સમય જતા વાર નથી લાગતી
રહી જશે મનની મનમાં,
એ વાત આજે સાચી નથી લાગતી?
કોને ખબર છે,કાંકરા ને
રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
*****
ક્ષિતિજ ને જોઉં છું જ્યારે,
સુર્યાસ્તને સાંજ થતાં વાર નથી લાગતી,
કોણે કહ્યું જામમાં છે ગમ?
ચઢતાં એને વાર નથી લાગતી.
વિજળીના ટંકાર પછી,
વાદળને વરસતાં વાર નથી લાગતી.
રાગ દ્વેષ કાઢી પ્રેમથી જીવન જીવી લેજો,
હૃદયને બંધ થવામાં વાર નથી લાગતી.
🙏