હિન્દૂનો હિન્દૂ અને ભારતનો એ ભડવીર હતો,
શત્રુઓ ની સામે એ શિવાજી એક શમશીર હતો.
રખોપા કર્યા હિન્દૂ ધર્મના, ઋણી અમે એ કર્મના,
સમુચા સનાતન ધર્મની એ શિવો તકદીર હતો.
વિધર્મીની છાતી ફાળતો, હેવાનોને એ મારતો,
માતા જીજાબાઈ નો શિવો સાચો ભડવીર હતો.
સાવજ જેવો એ નર, ભવાની રહેતી જેને કર,
ગર્જ તો સાવજની જેમ, હિન્દ ગાંડી ગીર હતો.
જોઈ શિવાને ગર્વ થાય છે, તેમાં હિન્દ દેખાય છે,
મનોજ વંદન કરે છે તેમને શત્રુ સામે જે લકીર હતો.
મનોજ સંતોકી માનસ