ઘાત લગાવી બેઠો છે કાતિલ, ઘા નવો આપવાને,
હું પણ જાત ધરીને બેઠો છું, કપટ એનું માપવાને.
એથી જ તો નિશ્ચિંત થઈ જીવતો રહું છું જગમાં ,
સમર્થ નથી ઈશ્વર સિવાય કોઈ, શ્વાસોની દોર કાપવાને.
ખુશ કરવા ખોટાને,ચાપલૂસી ચઢી છે એવરેસ્ટનાં શિખરે,
એને ખબર નથી,કાળજું સિંહનું જોઈએ સત્ય છાપવાને.
સઘળા કાવતરા તારા વધારતા જાય છે મનોરથ મારા,
હિંમતની એક જ સળી કાફી છે, ષડયંત્રોને આગ ચાંપવને.
પાથરીને પ્રેમની જાજમ,સ્મિત આપી આવકારો મા મને,
હકીકતે તો,મારી એક જ નજર પૂરતી છે,તમારી ચાહત નાપવાને.
-Priyanka Chauhan