*ભૂલતાં શીખો*
એક કાર્ડિયોલોજીસ્ટ [હ્રદય] ના ડોક્ટરના નવા દવાખાનાનું ઉદ્ધાટન હતું. દવાખાનાની મુલાકાતે આવનાર દરેક જણ સામેની દીવાલ પર લખેલું વાક્ય જોઇને અચરજ પામતા. સામેની સફેદ ભીંત પર જુદા જુદા રંગથી જુદી જુદી ભાષામાં મોટા અક્ષરે એક જ વાક્ય લખ્યું હતું, *જે ગુજરાતીમાં હતું. ‘મારી પાસે આવી પૈસા ન ખર્ચવા હોય તો આગળ દર્શાવેલો માર્ગ અપનાવો* અને આગળના વળાંકની દીવાલ પર એરો કરેલો હતો...’
આ વાક્ય વાંચી બધા કુતૂહલ સાથે તુરંત તે વળાંક તરફ વળતાં અને તે વળાંક બાદ પેસેજમાં જે દીવાલ હતી તેની બધી સફેદ રંગની દીવાલ પર જુદા જુદા રંગોથી જુદી જુદી ભાષામાં બે અક્ષરનાં નાનાં નાનાં વાક્યો લખ્યાં હતાં, જે ગુજરાતીમાં હતાં,
*ભૂલતાં શીખો*
*હસતાં શીખો*
*આપતાં શીખો*
*માફ કરો*
*નફરત છોડો* વગેરે વગેરે.....
અને સામે ડોક્ટરની કેબીન આવતી હતી. ત્યાં દરવાજા પર લખ્યું હતું,
*‘જબરદસ્ત યાદશક્તિ ધરાવનારનું સ્વાગત છે.’*
*‘કંજૂસ લોકો વિશેષ આવકાર્ય છે.'*
-આ રીતનું લખાણ અને જુદા જ પ્રકારનું ઇન્ટીરીયર ડેકોરેશનની સ્ટાઇલ જોઇને બધાને નવાઈ લાગી. ડોક્ટર ગૌરવ એક મિત્રે આ બધું વાંચીને આ કઈ રીતનું ઇન્ટીરીયર છે. *બહુ પૈસા કમાઈ લીધા છે કે પૈસા કમાવાનો શોખ નથી.’*
ડોક્ટર હસ્યા અને બોલ્યા,
‘દોસ્ત, આ સાચો સંદેશ છે.
લોકોના હ્રદયમાં પીડા થાય, તેમને હ્રદય રોગનો હુમલો આવે તો જ આપણી પ્રેક્ટીસ ચાલે તે વાત સાચી, પણ *એક સાચા ડોક્ટર તરીકે લોકોને તક્લીફ ન થાય તે માટેનો સાચો રસ્તો બતાવવાની આપણી ફરજ છે. કામ કરી કરીને હદય થાકે અને પીડા થાય એક વાત છે, પણ જૂની જૂની અને નાની નાની તકલીફ્દાયક વાતો યાદ કરીને... દુ:ખી થઈને ...ગુસ્સો કરીને ... ન કરવાના વિચારો કરીને મન અને મગજ ...હ્રદયને જે તકલીફ આપે છે તેથી હદયરોગ વધે છે*.
મેં તે માટેનો સંદેશ આપ્યો છે ભૂલતાં શીખો...*ભૂતકાળને ભૂલી જાવ, ન ગમતું ભૂલીને આગળ વધી જાવ, સુખ હોય કે દુઃખ સદા હસતા રહો ..દુઃખ પર રડી રડીને તેને વધારો નહિ... નફરત છોડી પ્રેમ કરો ...વેર છોડી માફી આપો ...જે થાય તેને યાદ રાખો નહિ તો હ્રદયની તંદુરસ્તી સારી રહેશે અને મારી જરૂર નહિ પડે*. *બાકી જેની યાદશક્તિ બહુ સતેજ છે જેઓ કંઈ ભૂલતા નથી...જેઓ કંજૂસ છે, કંઈ છોડતા નથી, કંઈ આપતા નથી તેમની સારવાર માટે હું અહીં બેઠો છું.'*
*યુવાન ડોકટરે નાનાં નાનાં વાક્યો દ્વારા જુદી જ રીતે સાચો સંદેશ આપ્યો હતો.*
*સપ્તરંગની બનેલી આ દુનિયા માં ઈશ્વર એ કોઈના પણ જીવન માં સાતેય રંગ નથી પૂર્યા દરેક જીવન માં કોઈ એક રંગ તો ખૂટે જ છે - જે ખૂટે છે એ મેળવવા ના પ્રયાસ - એનું નામ જ જીવન...*