Gujarati Quote in Book-Review by वात्सल्य

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સાહિત્ય"
પ્રચૂર માત્રામાં લખાયું છે,અને આજે પણ એટલું જ લખાઈ રહ્યું છે.સાચા અર્થમાં વિદ્વાન થવું હોય તો નિઃશ્વાર્થ કલમે જે લખાયું છે તે સાહિત્ય શાસ્વત ટકે છે.અને તે સાહિત્ય જૂની અને જાણીતી લાયબ્રેરી(પુસ્તકાલય)માં ધૂળ ખાતું પડ્યું છે.આપણી દરેક શાળા,મહાશાળામાં અગાઉની સરકારોએ આપણા ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રખ્યાત લેખકો અને કવિઓની કલમે લખાયેલાં પુસ્તકો આજના વિદ્યાર્થી ભાગ્યેજ વાચન કરે છે.અત્યારે જે દરરોજ નવી નવી લાયબ્રેરીઓનું ઉદ્ઘાટન થતું જાય છે તેનો મૂળભૂત હેતુ રોજગારી અથવા નોકરી મેળવવાનો છે.સાથે સાથે એ ના ભૂલવું જોઈએ કે આ લાયબ્રેરીની અંદર જૂનું પણ સત્ત સાહિત્ય રાખવું જોઈએ.આપણી ભારતીય સંસ્કૃતિ સમજવી હશે તો મહર્ષિ વેદ વ્યાસ,મહાકવિ કાલિદાસ અને યાજ્ઞવલ્કય કે વાલ્મીકિ ઋષિને ખાસ ફરજીયાત વાચન કરવા જોઈએ.આજે નવી પેઢી બે મહાકાવ્યો "મહાભારત" અને "રામાયણ" પણ વાચન કરતા નથી.કહેવાતા સનાતનીઓને ભગવદગીતાનો એક પણ શ્લોક આવડતો ન હોય તો સનાતનીનો ખાલી અંચળો પહેરવો જ નકામો.
ચાર વેદ,મહાભારત,રામાયણ અને ૧૮ પુરાણ વગેરે સાહિત્ય આવા ચિદ્દદ્ધન મહાત્માઓની દેન છે.
આટલું સાહિત્ય વાચન પછી જે તે વાચકનો પ્રભાવ એટલો પ્રબળ હશે જે સામાન્ય જનસમુદાયમાં અલગ તરી આવશે.બાકી પોપટવાણી બોલવાવાળા આ જગતમાં ઘણા મળશે,સંતના સંસાર નથી હોતા,સિંહના જેમ ટોળાં નથી હોતાં.માટે હિન્દૂ તરીકે આપણી પવિત્ર ફરજ છે જે જગતની ૪૮ સંસ્કૃતિઓમાં આપણી "હિન્દુ" સંસ્કૃત્તિ શ્રેષ્ઠ છે તે શ્રેષ્ઠત્વ જ છે.આપણે એને ટકાવવા નહીં પરંતુ આપણું આસ્તિત્વ ટકાવવા આ બધું વાચન કરવું પડે તો જ તમારું તમારા કે અન્ય સમાજ એકમમાં વજન વધશે.
ડૉ.શફીન હસન સફળ છે.એક મુસ્લિમ સમાજનો યુવાન આજે એમની ધર્મ સંસ્કૃતિ સાથે આપણી હિન્દુ સંસ્કૃતિ પરઆપણા હિંદુઓની સભામાં બેફિકર પ્રવચન કે સંવાદ કરે છે.આ એમને એમ નથી થતું.તેની અંદર આપણા સાહિત્યનો સમંદર એની જાતે ઉલેચ્યો છે.
માટે મિત્રો ખૂબ વાચન કરો.પ્રાયોરિટી પરીક્ષાલક્ષી કરો પરંતુ સફળ થયા પછી રોજગારી મળે પછી પણ આ સાહિત્ય વાચન કરવાનું ના ભૂલતા..
આભાર.
(મારી અંગત લાયબ્રેરીમાં નીચે ચિત્ર આપ્યું છે તે ૧૨૦ વરસ જૂનું ભાગવત્તનું પ્રિન્ટેડ કરેલું સચિત્ર પુસ્તક છે)
- વાત્ત્સલ્ય

Gujarati Book-Review by वात्सल्य : 111918074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now