હું એકાંત માં રહેવા ટેવાયેલી છું.
મારા મૌનને સાંભળવા ટેવાયેલી છુ.
જિદ્દી નથી થોડી અલ્લડ બનેલી છું.
મારા શબ્દોને ફેલાવા ટેવાયેલી છું.
હું લાપરવાહ નથી થોડી બે ફિકર છું.
મારા વર્તનથી વિનમ્ર થયેલી છુ....
હું વિચારોમાં થોડી કાચી બનેલી છું.
મારી લાગણીથી બંધાયેલી છું...
હું સપના માં વિહરવા ટેવાયેલી છુ.
વેદના નાં અસ્તિત્વમાં સમાયેલી છું..
હું સંબંધોમાં પોરવાયેલી છું..
છતાં જીવને આત્મા સાથે સંકળાયેલી છુ.