બીજા બધાં વ્યસન કરતાં,
ફોનનું વ્યસન સારૂ.
પારકી પંચાત કરવા કરતાં,
ફોનનું વ્યસન સારૂ.
એકલા હોય તેને સમય જાય,
અટૂલાને રમવા સારૂં.
દૂર હોય તેને નજરોથી જોવા '
ફોનનું વ્યસન સારૂ.
શીખવા પણ મળે ને,
જાણવા પણ મળે.
ઘરડાંને વળી મનોરંજન આપતું ,
ફોનનું વ્યસન સારૂ.
હવે તો ભૂલકાને પણ ભણવું પડતું,
ખરીદી માટે પણ સારું.
સમજીને વાપરો તો સૌમાં આ ,
ફોનનું વ્યસન સારૂ.
હેતલ પટેલ (નિજાનંદી)