આજની આ લાગણી પ્રભુચરણે અર્પણ.
વિચારો વગરનું એક કાર્ય પ્રભુને અર્પણ.
નહોતો અહેસાસ હું ખાલી થઈશ અર્પણ થકી.
વર્ષોના એક ડર પર લીધી જીતનું એક સમર્પણ.
બુદ્ધિને હૃદય વચ્ચે જંગ ખેલાયો સમર્પણ નો.
વિશ્વાસ સમર્પિત થયો શ્વાસના તર્પણ થકી.
શબ્દોના સથવારે ભવ પાર કરવો કઠિન હતો વેદના..
સમજાશે મારી મનોદશા આપને સંબંધોનાં તર્પણ માં.
હારી છું દરેક બાજી, ના છુટકે કર્યું પ્રણય નું અર્પણ.
આખરે સફળતા મળી છે, આત્મા નું તર્પણ કરી ને...