લાગણીઓના તારને ઝંઝાવાતો તારો સ્પર્શ.
સ્થિર પાણીમાં વમળ ઊભું કરતો તારો સ્પર્શ.
મારી તૃષ્ણાઓને શાંત કરતો પુષ્પોનો સ્પર્શ.
મુખ પર પડતા નેવા ના ટીપા જેવો તારો સ્પર્શ.
અંધારી રાતોમાં આશાના દિપક જેવો તારો સ્પર્શ.
રણમાં મૃગજળ નેં તૃપ્તિ આપતો તારો સ્પર્શ.
કળીને ફૂલ બનાવી સુગંધ ફેલાવતો તારો સ્પર્શ.
મીઠી મધુરી જિંદગી વેદનાની બનાવે તારો સ્પર્શ.