*મહારાજા સયાજીરાવ*
૬ ફેબ્રુઆરી ૧૯૩૯....પુણ્યતિથિ
● સૂર્યવંશી મરાઠા પરિવારમાં જન્મ.
● રાષ્ટ્રવાદી.
● શૈક્ષણિક અને સમાજ સુધારક.
● તેઓશ્રીએ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને નિ:શુલ્ક બનાવ્યું હતું.
● રાજ્યમાં ધારાસભાની રચના કરી, પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપેલ.
● વર્ષ ૧૯૧૩માં બાબાસાહેબ ડૉ.આંબેડકરને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા મદદરૂપ થનાર.
● અંગ્રેજોએ હિન્દુસ્થાનના ગૃહઉદ્યોગોને તોડી, *મેડ-ઈન-ઈંગ્લેન્ડ* ની વસ્તુઓની આયાત કરીને હિંદુસ્થાનની પ્રજાને નિર્ધન કરી, તે સમયે સયાજીરાવે વડોદરા-નવસારી-ઓખા જેવા શહેરો ઉપરાંત ગામડાઓમાં ખાંડ,દીવાસળી સિમેન્ટ, ઈંટના ઉદ્યોગો સ્થાપી રાજ્યને સ્વદેશીના માર્ગે પગભેર બનાવવાનો પ્રયાસ કરેલ.
*મહારાજા સયાજીરાવના વિચારો અને ચિંતન*....
○ *ધર્મ* અને તેના આચરણની દ્રષ્ટિથી યોગ્ય એવા સિદ્ધાંતો બાબતે લોકોનું ધ્યાન રહે.
○ સુશિક્ષિત લોકોમાં *શારીરિક શક્તિ* ખૂબ જ ઓછી હોય છે. શિક્ષણ અંગે વિચાર કરતી વખતે આપણે શારીરિક શક્તિ-શારીરિક સંપત્તિ માટે પૂરતું ધ્યાન આપવું પડશે.
○ બુદ્ધ સિદ્ધાંત પ્રમાણે બ્રાહ્મણ-ક્ષત્રિય આદિ વર્ણ *ગુણકર્મો* પર આધારિત છે. જન્મ પર આધારિત નથી. આપણે ત્યાં વર્ણવ્યવસ્થા જન્મ આધારિત માનવામાં આવે છે. પરંતુ આવું ન થાય તેવો પ્રયત્ન થવો જોઈએ.
👉🏽 *શારીરિક-માનસિક શક્તિ યુક્ત બની, સાત્ત્વિક ગુણકર્મોની પૂજા કરી, સ્વદેશીને અપનાવી (..💖Made in Bharat💖..), ધર્મના સિદ્ધાંતો પર ચાલી હિન્દુસ્થાનનો જય જયકાર કરીએ*...એ જ મહારાજા સયાજીરાવને સાચી શ્રદ્ધાંજલિ.🙏🌸
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏