લખું જો શબ્દો તો હૃદય પર ભાર રહેવાનો.
મૌન નો પ્રચાર તો શબ્દોમાં રહેવાનો.
બંધ બાજીમાં રમત રમી તો નિખાર રહેવાનો.
તારૂ હોવુ કે ના હોવું છતાં અહેસાસ રહેવાનો.
નજર જો ભટકી તો વિવાદ રહેવાનો.
અણછાજતા પ્રહારો દુનિયા નાં રહેવાનાં.
તારો વિચાર સદા મન મંદિરમાં રહેવાનો.
પીઠ પાછળ વાર તો આપણા નો રહેવાનો.
દૂરથી હાસ્ય મારું સુંદર રહેવાનું.
વેદના ના પ્રકાર તો પીડામાં રહેવાના.