છે તો એ પથ્થર પરંતુ એમાં શિલ્પકાર શ્રીરામની પ્રતિકૃત્તિ બનાવે છે.અને દરેક જ્ણ સાત્વિક ભાવે એ મૂર્તિમા પરમતત્વને આમંત્રિત કરે છે.પ્રાણ પૂર્યા પછી તે મૂર્તિ એ મૂર્તિ નથી હોતી તે સાક્ષાત પ્રાણવાન બની જાય છે.પરમતત્વ તે રીતે ભક્તવત્સલને માનસિક મદદ કરે છે.ક્યારેક તે સાક્ષાત આવે છે,પરંતુ તેને માટે નરસિંહ,મીરાં,તુકારામ,પ્રહલાદ,હનુમાનજી જેવાં કર્મ કરવાં પડે.અને એ ભક્ત જયારે આર્તનાદ કરે ત્યારે સાક્ષાત આવે છે.
- वात्सल्य