*હસ્તાક્ષરનું અક્ષયપાત્ર*
—————————
🌷*રામાયણનું રહસ્ય* સીતા = મન, રામ = પરબ્રહ્મ. સીતા અને રામની એકતા = ધ્યાન અને જપથી મન બ્રહ્મમાં લીન થાય છે તે.
🌷’રામ’ એ બે અક્ષરનો પરમ મંત્ર છે.
🌷ભાવના અને એકાગ્રતાથી કરેલો રામનામનો જપ મનને સંયમ તરફ અને અંતે સમાધિ તરફ લઈ જાય છે. તેનાથી ધ્યાતા - ધ્યેય અને ઉપાસક - ઉપાસ્ય એક બની જાય છે, મન રામથી ઉભરાઈ જાય છે. તદાકાર, તદ્રુપ, તન્મય અને તલ્લીન મન રામરૂપ બને છે. જીવની ઈચ્છા એ ભગવાનની ઈચ્છા બની જાય છે.
🌷'રામ' એ મહામંત્ર છે, કેમકે તેમાં *ૐ નમઃ શિવાય* તથા *ૐ નમો નારાયણાય* એમ પંચાક્ષરી અને અષ્ટાક્ષરી એ બંને મંત્રો સમાઈ જાય છે, જેના સતત જાપથી મન શુદ્ધ અને સ્થિર બને છે.
*-પૂ. પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મ. સા.*