નયનને નયન સાથે વાત થશે?
ઘવાયેલા સન્માનની વાત થશે?
છોડ બધું તને આ વાતનો અનુભવ થશે?
હૃદયના ભાવની વાતો નું અનુમાન થશે?
મૌન માં જ ઘાયલ થયા તેની વાત થશે?
પાંપણો ને એક પલકારા ની વાત થશે?
ઓ.. સાંભળ વેદનાં ના આગમન ની વાત થશે?
સ્વીકાર મારા તારા પ્રણયની વાત થશે?