અયોધ્યાના રાજા દશરથને ચાર પુત્રો અને એક પુત્રી હતી.ચાર પુત્રમાં અનુક્રમે રામ,લક્ષમણ,ભરત,શત્રુઘ્ન અને માતા કૌશલ્યા થકી દીકરીનું નામ હતું "શાંન્તા" જે "શૃંગ" ઋષિને પરણાવ્યાં હતાં.
આ ઉલ્લેખ તુલસીદાસ કૃત્ત કે વાલ્મીકિ કૃત્ત રામાયણમાં કેમ નથી કરવામાં આવ્યો તે પ્રશ્ન છે.એ પુત્રી વિશે કોઈ જ વર્ણન નથી.આ બેઉ મહાકાવ્યો લખનાર લેખકોએ એને કેમ અન્યાય કર્યો તે એક મોટો પ્રશ્ન છે.
પરંતુ પૂજ્ય શ્રીપાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ એમના પ્રવચનમાં (વાલ્મીકિ કૃત્ત રામાયાણ પ્રવચન) ક્યાંક મે સાંભળેલું કે "બેન" અને "જનેતા" ગમે તેટલી સુંદર હોય પરંતુ તેનું તેનાં સંતાનોએ વર્ણન કરવું અશોભનીય છે.તે બન્ને સબંધોનું વર્ણન કરવું અશક્ય અને અન્યાયિ છે કેમ કે તે બંને પાત્રો "અવર્ણનીય" છે.
- વાત્ત્સલ્ય