મૌન કેમ લખવું...?
એ તારું ફરી અજાણતા મળવું,
તને સર્વ પ્રથમ સ્પર્શવું,
વાતો કરતા તારી આંખોમાં,
એ જ ચમક જોઈ,
મનમાં કંઇક સળવળવું...
બોલ...મૌન કેમ લખવું...?
મળ્યા,બોલ્યા,વાતો કરી,
મારા મનમાં તો તારી જ છબી,
જોયા જ કરું તને નજીકથી દૂરથી,
નિતનવા બહાના શોધી કૉલ કરવું...
બોલ મૌન કેમ લખવું...?
આજેય તું આસપાસ છે,
મારા જીવનમાં ખાસ છે,
પ્રેમ અને લાગણીનો પ્રાસ છે,
હર ઘડી હર પળ સતત તને જ સમરવું...
બોલ મૌન કેમ લખવું...?
અશોક ઉપાધ્યાય
૨૦/૦૧/૨૦૨૪