પતંગ 🪁
ઉછળતા મોજાઓની જેમ ગીત ગાઈ રહ્યો છે,
પવનોની લહેરોની સાથે તાલ મિલાવી રહ્યો છે,
ગગનને આંબવા દોડીને આગળ ભાગી રહ્યો છે,
દોરી સાથે હાથ મિલાવી સંબંધને સાચવી રહ્યો છે,
એક કાગળ વિશ્વ સામે બાથ ભીડી ઉડી રહ્યો છે...
મનોજ નાવડીયા
મહત્વ: સૂર્ય ઉત્તર દિશા તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે અને સાથે સાથે સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે એટલે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મકરસંક્રાંતિના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ...