બારી પાસે તારી રાહની એક નજર મારી.
ચારેકોર તને જ શોધતી એક નજર મારી.
જરા અમથી તકલીફમાં પણ શોધતી એક નજર મારી.
એક મૃગજળ ની આશમાં જોતી એક નજર મારી.
ગળે વળગી રડવા ચાહતી એક નજર મારી.
નથી છતાં હંમેશા આસપાસ રહેતી એક નજર મારી.
સંભાળ રાખવા તારી લાગણીની તત્પર એક નજર મારી
વેદનાં ની લાગણી વિવશતા કેમ રાખે એક નજર મારી.