અરર ! બાલુડાં ! બાપલાં ! અહો !
'જનની આ હવે સ્વર્ગમાં જતી !
'સમજશો નહીં શું થઈ ગયું !
'રમકડું કયું હાથથી ગયું !
'વિસરી શે જશો છાતી બાપડી !
'ઉપર જે તમે કૂદતાં સદા ?
'વિસરી ના શકે બાલ માતને !
'રમત તો હવે રોઈને કરો !
'તમ પિતા સદા વ્હાલ રાખશે !
'પણ ન માતની ખોટ ભાંગશે !
'નહિ નહીં મળે મા ગઈ ફરી !
'જગતમાં નકી મા બને નહીં !
'દિવસ બે સહુ લાડ પૂરશે !
'દિવસ બે દયા સર્વ રાખશે !
'પણ ન છાતીએ કોઈની તમે !
'રઝળતાં હવે એકલાં રહો !
'બહુ કરી શકી વ્હાલ હું નથી !
'કદિ રડાવતી હું ઘણું હતી !
'તમ દિલો ક્ષમા આપશે મને !
'પણ ન માતને ચેન કૈં પડે !
🥵