નાનો છું પણ તારો છું,મારે ક્યાં મોટું થવું છે મા!
થાક્યો હોઉં દોડી તારા ખોળે ઊંઘી જાઉં છું મા.
માથું ખંજવાળે આંગળા ફેરવે વાળ સંકોરે તું મા!
ગંદા કપડે ઊંઘું ત્યાં ટપલી માર મારી જગાડે તું મા.
બીમારી બિછાને હોઉં ચિંતાતૂર રાત જાગતી તું મા!
સવારથી સાંજ મારી કેટલી કાળજી રાખતી તું મા ?
ભીની પથારીએ સુઇ મને કોરી ચાદર પાથરે ઈ મા !
વાત્સલ્યે ધાવણ ધવડાવી જાગરુક નીદ્રા લેતી તું મા.
- वात्सल्य