હું શાંત હોઉં અને મારા મૌનનો અર્થ તને સમજ પડે.
મારા શરીરનાં સ્પર્શની નહીં,,,પણ ...
મારી આંખોની ભાષા તને સમજ પડે.
એવું કંઇ બને...
એમ જ કોઇ કારણ વિના તું મારી તરફ જુએ, ને
મારી આંખ ભરાય અને તું ખાલી કર્યા કરે વારંવાર.
મારે બહાનું શોધવુ ના પડે તારી સાથે વાત કરવાનું
અને તું સામેથી જ મને સાદ આપે,,
એવું કંઇ બને...
કોઇ પણ શરત વિના-બંધન વિના
તું મારો સ્વીકાર કરે,
હું તો હંમેશાં લખુ છું તને.
તું પણ મને લખે
એવું કંઇ બને..
દિલ ની વાત ♥️