તારી સાથેનો
પ્રેમ એક મનભાવન એહસાસ..દૂર હોવા છતાં પણ તું પાસે હોવાનો રોમાંચ.. તારી સાથેનું સાનિધ્ય અનુભવવું..
આજુબાજુના વાતાવરણમાં, હવાના સ્પર્શ માત્રમાં તારી હાજરીની અનુભૂતિ થવી એ પણ પ્રેમ છે..હજારોની ભીડ વચ્ચે પણ આંખો સતત જેને શોધે છે એ તું છે. પ્રેમના સ્મરણ માત્રથી જ્યાં ચહેરા ઉપરની ઉદાસી દૂર થઈ જાય... ને સ્વપ્નમાં પણ તને મળીને તારા ખોળામાં માથું મૂકી મીઠી નિંદર માણવી એ પણ તારી સાથેનો પ્રેમ..
અહી તારી સાથે એક એવો સુખદ અનુભવ કરું છું જે મારે મન પ્રેમનો પર્યાય બની છે.મારી સમગ્ર ગતિવિધિ, દિન ચર્યા, કલ્પનાઓમાં તારી અનુભૂતિ થાય છે...અને કણ કણમાં, હવાના સ્પર્શમાં, હજારો લોકોની ભીડમાં તને શોધવાનો જ વ્યાયામ આદરું છું અને મને આવી રહેલ સ્વપ્નમાં પણ તારૂ સાનિધ્ય અનુભવું છું !!
🌹" કોઈ એક માટે ખાસ "🌹
દિલની વાત ♥️