*અધિકાર*
લે આપ્યાં તને બધાં અધિકાર
બધું જ તારું...
ઘરની ગૃહસ્વામિની તું...
ઘરની સાથે
મિલકત આ બેન્ક એકાઉન્ટ..
ગાડી જમીન જાયદાદ તારા નામે....
કાયમ તારી ફરિયાદ
પિતા તરીકે મારો અધિકાર મોટો..
ચાલ આજે ત્યાં પણ તારું જ નામ...
પણ એક વાત કહે
હકીકતમાં તું આજ ઈચ્છે છે ?
કે પછી...
કોઈ બીજી જ ઈચ્છા મનમાં સળવળે છે?
અધિકાર તારો જ તો હતો...
માંગ્યા વિના...
ઘર મારા નામે પણ..
શાશન તારું જ હતું..
તારી ઈચ્છા કાયમ સર્વોપરી માની..
પિતા તરીકે નામ જ હતું ..
પણ એ તારી જ પરછાઈ
માની આસપાસ જ વિશ્વ એનું...
અને બંધન તને ક્યાં હતું...
મંગળસુત્ર, બિંદી, સિંદૂરથી
હું જ બંધાયો તારાથી...
તું આવી સ્વગૃહ છોડીને..
મકાન તારા પગલે ઘર બન્યું
તારા આપેલ અધિકારે
હું પૂર્ણ બન્યો...
હા! તારા વગર હું પણ અપૂર્ણ જ
પ્રિયા આજ હું કાંઈક માગું..?
આપ થોડો વિશ્વાસ, સહકાર અને
ખૂબ સ્નેહનો અધિકાર...
આપીશને...?
કે હજી કોઈ શંકા મનમાં બાકી પ્રિયા..?©
"કાજલ"
કિરણ પિયુષ શાહ