*હક...*
આપ્યાં સઘળાં હક તને ...
ફરજો સધળી અમારી હવે..
હા! તું કુળદિપક છે કુળનો..
તો અમે બે ઘરની દીવડી..
પણ..
લાડ મળતાં દીકરીને
સાથે
શિખામણ ડગલેને પગલે..
જયારે તું છટકી જતો હરવખતે..
મા..
અમે તારી બે આંખ્યું..
તો આ જુદારો કેમ..
બધી વખતે છોડવાનું
ભૂલવાનું અમારે જ?
જયાં જન્મી એ ઘર પિતાનું
પરણી એ પતિનું...
તો આ બધામાં અમે કયાં?
મળી ફરજો અમારે ભાગે..
હક બધાં એમને ..
જાત અમારી
ચાંદલો સિંદૂર તારા નામનું...
ત્યાં પણ તે કબ્જો જમાવ્યો..
આ પણ કબૂલ..
છતાં કયારેક થાય..
જેને જન્મ આપ્યો તેના પર તો ..
પણ ત્યાં પિતાએ હક જમાવ્યો..
હવે તું જ કહે હરિ ....
મારો..
અમારો હક તારા પર ખરો કે નહીં?©
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૦/૧૨/૧૮