સાવ અજાણ્યા બે માનવ વચ્ચે ,બંધાયો સ્નેહ સેતુ,
આતમથી આતમને જોડે ,એ જ હશે પ્રેમ તણો હેતુ.
નથી ભર્યા આ કાયા મહીં,ફકત રક્ત અને માંસ,
એની મધ્યે તો છે લાગણી કેરુ નીર સતત વ્હેતું.
આપે આનંદ અંતરને, વ્હાલનાં તાંતણે બંધાયા જે,
ભલે ને પછી,બેઠાં હો કુંડળીમાં બારે ખાને રાહુ કેતુ.
સુકાભટ રણવચાળે ઊગ્યું એક લીલુંછમ સગપણ
શ્વાસો મહીં વિશ્વાસ તણું, પ્રાણવાયુ એ તો લેતું.
કોલાહલ ભરેલી આ દુનિયામાં, ચૂપચાપ રહી એ,
એકમેકનાં હૃદય કેરી ઊર્મિઓની ,મૌન વાતો કહેતું.
✍️ સરગમ
-Priyanka Chauhan