તારી તસ્વીર સાથે, કેટલી વાત કરે છે હૈયું,
તું સામે મળે તો, આ હોઠ સાવ ચૂપ.
તને મળવા માટે, કેટલું આતુર છે આ દિલ,
પણ, તું મળવા આવે તો, મારી સુધબુધ ગુમ.
તારી પસંદ નાપસંદ માટે, કેટલી ચર્ચા કરે છે મન,
પણ, તું તારીફ કરે તો, મારી ચેતનાઓ સૂન્ન.
કબ્જો જમાવ્યો છે તેં મનમસ્તિસ્ક પર,
કેમ સમજાવુ તને, મને તો લાગી છે બસ તારી ધૂન..
-Priyanka Chauhan