મને મોત આપવું ,સરળ રહ્યું યમને પણ,
તારા વિના જીવનમાં , હતા ક્યાં પ્રાણ ?
ઉદાસીએ જમાવ્યો અડિંગો ,બની માસૂકા,
હવે તું સાથે નથી ,જ્યારથી થઈ એને જાણ.
બારેમાસી ચોમાસું બેસી ગયું મુજ આંખમાં,
એકલતાનો પ્રસંગ જાણે એને મન છે કાણ.
સુવર્ણ હતો એ સમય ,હતો જે આપણી વચ્ચે,
તું જ કહે! કઈ રીતે કહું? જીવનને દુઃખોની ખાણ.
ને આવી તો પ્રભુ કંઈ સજા કરાતી હશે!
મન લઈ લીધું ને કહે છે , મળ્યું એને માણ.
બસ! હવે તો હવા પણ થાકીને કહે છે,
સંકેલી લે સઘળું, શ્વાસોનાં નામે ન કર તાણ .
-Priyanka Chauhan